વદ આઠમ, મહા, વિ.સં. ૨૦૨૮૧, શુક્રવાર
Date : 21 02 2025
આજ રોજ ધોરણ-૧૦ SSC તથા ધોરણ-૧૨ HSC ના વિદ્યાર્થીઓ માટે BOARD EXAM માર્ગદર્શન અને શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત
શાળાના ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓને
BOARD EXAM ની તૈયારીઓ કેવી રીતે કરવું, અભ્યાસની સાથે
સાથે સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવું વગેરે બાબતો વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં
આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, ટ્રસ્ટી શ્રી
રોહિતભાઈ દેસાઈ, સુપરવાઈઝર શ્રી શૈલેન્દ્રભાઈ વી. પટેલ, શાળાના શિક્ષક શ્રી નિતિનભાઈ ખામકર અને શિક્ષિકા
શ્રી પ્રિતીદેવી શર્મા એ પ્રસંગોચિત માહિતી આપી પરીક્ષા બાબતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત
કર્યા હતા.
કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ શ્રી ભરતભાઈ
દેસાઈ, શ્રી રોહિતભાઈ નાયક, શ્રી કૌશિકભાઈ દેસાઈ એ ઉપસ્થિત રહી પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને શુભાશિષ પાઠવ્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર સૌ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.
ક્રમાનુસાર કેટલીક તસવીરો ....