Showing posts with label 2022 07 25 મુક્ત પ્રયોગશાળા. Show all posts
Showing posts with label 2022 07 25 મુક્ત પ્રયોગશાળા. Show all posts

2022 07 25 મુક્ત પ્રયોગશાળા

વદ બારસ , અષાઢ  વિ.સં. ૨૦૭૮, સોમવાર

Date : 25 07 2022

આજ રોજ શાળામાં માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે મુક્ત પ્રયોગશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક પ્રયોગો જેવા કે, - દ્રવ્ય સતત કણો, સૂક્ષ્મ કણો નું બનેલ છે, - આસૃતિનો નિયમ, - માઈક્રોસ્કોપ માટે સ્લાઈડ બનાવી તેમાં નિરીક્ષણ કરવું, વગેરે પ્રયોગો વિદ્યાર્થીઓ તેમના મુક્ત સમયે જાતે કરી શકે તે રીતે મૂકવામાં આવ્યા હતા. આ પ્રકારની મુક્ત પ્રયોગશાળાથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ, રુચિ વધે છે તેમજ વિજ્ઞાન વિષયમાં પ્રાયોગિક કાર્ય ને લીધે વિદ્યાર્થી ની સમજણ શક્તિ માં વધારો થાય છે.         

આ પ્રસંગે મુક્ત પ્રયોગશાળાના  આયોજન માટે માર્ગદર્શક શિક્ષિકા શ્રી જયનાબેન ઈટવાલા અને અન્ય વિજ્ઞાન શિક્ષકો ને આચાર્યશ્રી ડૉ.પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.

કેટલીક તસવીરો ...... 









thanks......