નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,
આજે વિશ્વની સાથે ભારત અને ગુજરાત પણ કોરોનાવાયરસ ની મહામારીનો સામનો કરી રહ્યો છે.આવા કપરા સમયમાં આપણે સૌ પણ સાથે મળી આ મહામારીનો સામનો કરીએ અને આપણા સૌ પર આવી પડેલી આ આફત ને ભગાડવા માટે સૌ એક થઇ કાર્ય કરીએ.આ માટે આપણે સૌ ભારત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જણાવેલી સૂચનાઓનું કડકપણે પાલન કરીએ જે મુજબ ત્રીજી મે સુધીના લોક ડાઉન માં આપણે સૌ પણ ઘરની બહાર ન નીકળીએ અને જેથી કોરોનાવાયરસ ની ચેન તૂટી જશે અને આ રોગ ફેલાતો અટકશે.આ એકવીસ દિવસ ઘરની બહાર ના નીકળવું એ પણ એક દેશ સેવા જ છે.આપ સૌ ઘરની બહાર ના નીકળશો તથા ઘરના અન્ય સભ્યો ને પણ ઘરમાં જ રહેવા સમજાવવું. ઘરનો સામાન લેવા ફકત ઘરની એક જ વ્યક્તિ તે પણ સંપૂર્ણ સુરક્ષા સાથે જાય અને પરત આવી યોગ્ય રીતે સેનેટાઇઝ થાય.
આવા સમયે ઘરમાં બેઠા બેઠા શું કરીએ? એવો પ્રશ્ન થતો હશે… અમારા ગામમાં/શહેરમાં તો આ રોગ નથી તો મિત્રો ને મળી આવું.. પરંતુ ભુલથી પણ આવી ભુલ ના કરતાં… ઘરની બહાર નીકળવું જ નહીં. ઘરમાં રહી ઘરના સભ્યો સાથે વાતો કરો ઇન્ડોર રમતો રમો.
અને સાથે સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની youtube ચેનલ ”GSHSEB Gandhinagar” પર દરેક ધોરણના વિષયવાર અને પ્રકરણ મુજબ વીડિયોમાં ખૂબ જ સારી રીતે સમજણ આપેલી છે ઘરે બેઠાં બેઠાં તમે આ આ વિડીયો દ્વારા તમે તમારા ધોરણનો દરેક વિષયનો અભ્યાસ કરી શકો છો.
આભાર