2021 01 30 ૩૦ જાન્યુઆરી -- શહીદ-દિન ની ઉજવણી

વદ બીજ/ પોષ/ વિ.સં.૨૦૭૭/ શનિવાર
Date: 30 01 2021

         આજ રોજ તા. ૩૦ જાન્યુઆરી નિમિત્તે આપણી શાળા શેઠ પુ.હ. વિદ્યાલય (સંસ્કાર ભારતી) માં શહીદ-દિન  ની ઉજવણી કરવામાં આવી હતી.

શહીદ-દિન ની ઉજવણી નિમિત્તે સવારે ૧૧:૦૦ કલાકે સમગ્ર કામકાજને વિરામ આપી ૨ મિનિટનું મૌન રાખી શહીદોની  શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, આજના દિવસનું મહાત્મ્ય પણ સમજાવવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન ને શહીદ-દિન તરીકે ઉજવવામાં આવે છે, એની માહિતી શાળાના ઉચ્ચ. માધ્ય.વિભાગના શિક્ષક શ્રી અજયભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ,

ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન.

પંક્તિઓ દ્વારા ગાંધીજી તેમજ અન્ય ક્રાંતિકારીઓ સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સુખદેવ,રાજગુરૂ, ચંદ્રશેખર આઝાદ, લાલ-બાલ અને પાલની ત્રિપુટીને યાદ કરી સૌ શહીદોને ભાવભીની શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને અભિવાદન શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે શહીદો અમર રહો,ભારતામાતા કી જય ના સૂત્રોચ્ચાર કરી કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો હતો.


આ સમય ની કેટલીક તસવીરો.  









આભાર.....