Dat : 03 01 2023
આજ રોજ નવસારી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ની કચેરી, નવસારી ના ઉપક્રમે સ્વામી વિવેકાનંદ સંકુલ માટેના એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ માટે શિક્ષકો માટે એક માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ની કચેરીમાંથી શ્રી રજનીકાંત મકવાણા , શ્રી પ્રદ્યુમન તિવારી (S.V.S.કન્વીનર તથા આચાર્ય શ્રી –આર.કે.જી. સ્વામીનારાયણ સ્કૂલ) , શ્રી નીતીનભાઈ ટંડેલ (આચાર્યશ્રી- શારદા મંદિર સ્કૂલ) , શ્રી સંદીપભાઈ લાડ( આચાર્યશ્રી – એમ.એન ખડસુપા સ્કૂલ) એ પ્રસંગને અનુરૂપ વ્યકત્વય રજૂ કરી એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ માં ભાગ લેનાર શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં શાળાના ઈનોવેટીવ શિક્ષિકા શ્રી પ્રિતીબેન શર્મા એ એજ્યુકેશનમાં ઈનોવેશન અંગે ખુબજ રસપ્રદ શૈલીમાં માહિતી આપી હતી. અગ્રગણ્ય શાળામાંથી આવેલ અનુભવી શિક્ષકમિત્રોએ પણ પોતાના અનુભવો રજૂ કરી વધુ માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગે શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ એ હાજરી આપી સૌનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમાના અંત માં શ્રી નીતીનભાઈ ટંડેલ એ કાર્યક્રમાં હાજરી આપનાર સૌ શિક્ષકમિત્રોનો તથા કાર્યક્રમના સફળ સંચાલન માટે શાળાનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે શાળાના
આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલ
માં ભાગ લેનાર શિક્ષકમિત્રોને શુભેચ્છાઓ પાઠવે છે.
કાર્યક્રમની કેટલીક તસવીરો....
આભાર.