વદ દશમ, પોષ, વિ.સં.૨૦૭૯, મંગળવાર
Date: 17 01 2023
૧૧ મી રાજ્ય સ્તરીય
સ્વામી વિવેકાનંદ વિષયક જિલ્લા કક્ષાએ લેખિત ક્વીઝ સ્પર્ધા (૨૦૨૨-૨૩) આજ રોજ તા. ૧૭
૦૧ ૨૦૨૩ મંગળવાર ના રોજ શ્રી એમ.એન.વિદ્યાલય, ખડસૂપા મુકામે યોજાઈ ગઈ હતી. જેમાં શાળા કક્ષાએ પ્રથમ આવનાર
વિદ્યાર્થી વેગડ મહેન્દ્ર મનુભાઈ [12-B] એ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં ‘રામકૃષ્ણ આશ્રમ’ , રાજકોટ સંસ્થા તરફથી સ્પર્ધામાં ભાગ લેનારા ૫૦% કે તેથી વધુ
માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ પ્રથમ ક્રમે આવનારને સ્વામી વિવેકાનંદ
જીવન ક્વીઝ વિષયક પુસ્તકોનો સેટ આપવામાં આવ્યો હતો. આ શાળામાં પધારેલ મુખ્ય અતિથિ વિશેષ
શ્રી જયદેવભાઈ, શ્રી નાગરભાઈ તેમજ શાળાના
આચાર્ય શ્રી સંદિપભાઈ લાડ દ્વારા સ્વામી વિવેકાનંદજી ની જીવન-કથની, તેમની ઉદાત્ત વિચારધારા રજૂ કરી આજની યુવા પેઢીને યોગ્ય દિશા
સૂચન અને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ પ્રસંગે શાળાના
આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થી
તથા માર્ગદર્શક શિક્ષકા શ્રી રંજનબેન ભારતી, શ્રી ઉર્વશીબેન ચૌધરી, શ્રી અમિતાબેન ગામિત ને અભિનંદન પાઠવે છે.
તા. ૨૪ ૧૧ ૨૦૨૨ ના રોજ શાળા કક્ષાએ યોજાયેલ આ સ્પર્ધાની માહિતિ માટે અહિં ક્લિક કરો.
કેટલીક તસવીરો....
આભાર…