સુદ સાતમ,અધિક શ્રાવણ, વિ.સં. ૨૦૭૯, મંગળવાર
Date:25 07 2023
આજ રોજ આપણી શાળામા જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી રાજશ્રીબેન
ટંડેલની ઉપસ્થિતીમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા જિલ્લાની શાળાના શિક્ષકમિત્રો
માટે
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ
નું આયોજન કરવામાં
આવ્યું હતું.
કાર્યક્રમમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી- નવસારી ના ચેરમેન
શ્રી અતુલભાઈ દેસાઈ એ આ ટ્રેનિંગ માં ઉપસ્થિત રહેલ સૌનો ઉત્સાહ વધાર્યો
હતો. ત્યારબાદ જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી રાજશ્રીબેન ટંડેલ એ પણ સૌને શિક્ષણ
સાથે સ્વાસ્થ્ય બાબત પર ખુબજ રસપ્રદ માહિતી આપી હતી.
ત્યારબાદ આમંત્રિત ડૉ. શ્રી પીયૂષભાઈ વૈધ એ અકસ્માત સમયે
ઈજાગ્રસ્ત વ્યક્તિના પરિવહન બાબતે જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ડો. શ્રી દિપ્તીબેન
દેસાઈ એ હાર્ટ એટેક જેવા કિસ્સામાં COLS સારવાર
બાબતે સમજણ આપી આ પ્રકારની સારવારનું પ્રેક્ટિકલ નિદર્શન પણ કર્યુ હતું.
આ સમગ્ર
કાર્યક્રમ ના આપણી શાળામા આયોજન માટે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશભઈ ડી. ગજેરા તથા
સમગ્ર શાળા પરિવાર કાર્યક્રમના આયોજકો તથા કાર્યક્રમને સફળ બનાવનાર દરેકનો આભાર માને
છે.






























