2023 12 23 ગણિત-વિજ્ઞાન પ્રદર્શન [ઝોન કક્ષા – દક્ષિણ ગુજરાત]

સુદ બારસ, માગશર, વિ.સં. ૨૦૮૦, શનિવાર.

Date : 23 12 2023

        દક્ષિણ ગુજરાત ઝોન કક્ષા ના રાષ્ટ્ર્રીય બાળ વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૩-૨૪” નું આયોજન ધરમપુર મુકામે આવેલ વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા. ૨૧,૨૨,૨૩ ડીસેમ્બર ૨૦૨૩ ના રોજ થયું હતું, જેમાં આપણી શાળામાંથી વિભાગ-૫ માં રજૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ “Computational Thinking for Human Life” પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. 

        ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના આ ઉત્કૃષ્ટ દેખાવ માટે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર ભાગ લેનાર વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષકશ્રીઓ તથા ગણિત-વિજ્ઞાન શિક્ષકોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે. તથા આગામી દિવસો માં યોજાનાર રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળા માટે આચાર્યશ્રી તથા શાળા પરિવાર ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને  શુભેચ્છાઓ પાઠવે છે.

 

વિભાગ-૫  -- પ્રોજેક્ટ : Computational Thinking for Human Life

વિદ્યાર્થીઓ : પટેલ પ્રીત બી. અને પટેલ યશ બી.

 

        કાર્યક્રમના સમાપનમાં વિજ્ઞાન કેન્દ્ર દ્વરા વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકશ્રી ને સ્મૃતિ ભેટ તથા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.


પ્રદર્શન સમયની કેટલીક તસવીરો.....



દક્ષિણ ગુજરાત ની અન્ય શાળાઓના ખુબજ માહિતિસભર પ્રોજેક્ટની કેટલીક તસવીરો...

 


























































આભાર.