2018 12 16 Reunion-2001

Date:16 12 2018
Day :sunday
 Reunion-2001

વર્ષ -૨૦૦૧ માં શાળામાં અભ્યાસ પૂર્ણ કરી , વધુ આભ્યાસ પૂરો કર્યા બાદ પોત-પોતાના જીવનમાં સફળતા પામેલા એવા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજ રોજ શાળામાં ભેગા મળી એકબીજા સાથેના તેમજ શાળા સાથેના તેમના સંસ્મરણો તાજા કર્યા હતા. આ પ્રસંગે સૌ વિદ્યાર્થીઓએ તેમના જીવનમાં શાળાના  શિક્ષણ તથા શિસ્ત જેવા પાસાઓ, એકબીજા સાથેની મજાક-મસ્તી, ભણવાની ગંભીરતા જેવી અનેક બાબતો એકબીજા સાથે મળી યાદ કરી હતી. આ પ્રસંગે સૌએ સાથે મળી શાળા પરિવાર માટે શુભેચ્છઓ પાઠવી હતી.

૧૭ વર્ષ પહેલાના શાળાના આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ  આજે સમાજમાં ક્યાંક ને ક્યાંક , પોતાના ક્ષેત્રમાં ખૂબજ આગળ રહી પોતાનું તથા શાળા પરિવારનું ગૌરવ બનીને સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે શાળા પરિવાર તેમના સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સફળતા તથા સુખાકારી માટે શુભેચ્છા સહ અભિનંદન પાથવે છે.

કેટલીક તસવીરો......