2018 02 27 ધોરણ ૧૧ વાણિજ્ય પ્રવાહ વાલી-મીટીંગ

Date:27 02 2018
Day :Tuesday
       આજ રોજ શાળામાં વાર્ષિક પરિણામ સુધારણા માટે ધોરણ ૧૧ વાણિજ્ય પ્રવાહ ના વિદ્યાર્થીઓની  વાલી સાથે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા શાળાના અચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ તેમજ સુપરવાઈઝરશ્રી રતિલાલ પટેલ તથા ધોરણ ૧૧ ના વર્ગ શિક્ષકો શ્રી અજયભાઈ પટેલ, શ્રી રામચંન્દ્ર હળપતિ, શ્રી બિપીનભાઈ પટેલ એ શાળાની દ્વિતીય પરીક્ષામાં નબળો દેખાવ કરનારા વિદ્યાર્થીઓના વાલીઓને વાર્ષિક પરીક્ષા માટે કેવી રીતે તૈયારીઓ કરાવવી, વિદ્યાર્થીઓની તૈયારીઓ પર વાલી કેવી રીતે ધ્યાન આપી શકે કે જેથી તેઓના પરિણામમાં નોંધપાત્ર સુધારો કરી શકાય વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન વાલીઓના  સૂચનો પણ ધ્યાન પર લેવામાં આવ્યા હતા.  

એક નજર ક્રમાનુસાર તસવીરો પર....