2018 02 23 “મફત કાનૂની સહાય”

Date:23 02 2018
Day :Friday

આજ રોજ શાળામાં નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, નવસારી  દ્વારા 
મફત કાનૂની સહાય 
        વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી પ્રદિપભાઈ એસ. ગડઅંકુશ(એડવૉકેટ), શ્રી રશ્મીબેન ગડઅંકુશ(PSLV),  શ્રી બિનલબેન જોષી(PSLV), શ્રી ઉમંગભાઈ મકવાણા, શ્રી અરવિંદભાઈ ભાટીયા ( કોર્ટ સ્ટાફ) એ હાજર રહી ઑડિયો-વિઝ્યુઅલ કાર્યક્રમ દ્વારા માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમમાં શાળાના સુપરવાઈઝરશ્રી રતિલાલ પટેલ એ વિદ્યાર્થીઓને ઉપરોક્ત વિષય અંગે માહિતગાર રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને અંતે શાળાના શિક્ષક શ્રી ઈશ્વરભાઈ પટેલ    વિદ્યાર્થીઓને જરૂરી એવી માહિતી પૂરી પાડવા બદલ નવસારી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, નવસારી  ની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

કાર્યક્રમની તસવીરો પર એક નજર....








all IMAGES above are captured by AJAYBHAI PATEL