વદ બારસ , અષાઢ વિ.સં. ૨૦૭૮, સોમવાર
Date : 25 07 2022
આજ રોજ શાળામાં માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે મુક્ત પ્રયોગશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક પ્રયોગો જેવા કે, - દ્રવ્ય સતત કણો, સૂક્ષ્મ કણો નું બનેલ છે, - આસૃતિનો નિયમ, - માઈક્રોસ્કોપ માટે સ્લાઈડ બનાવી તેમાં નિરીક્ષણ કરવું, વગેરે પ્રયોગો વિદ્યાર્થીઓ તેમના મુક્ત સમયે જાતે કરી શકે તે રીતે મૂકવામાં આવ્યા હતા. આ પ્રકારની મુક્ત પ્રયોગશાળાથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ, રુચિ વધે છે તેમજ વિજ્ઞાન વિષયમાં પ્રાયોગિક કાર્ય ને લીધે વિદ્યાર્થી ની સમજણ શક્તિ માં વધારો થાય છે.
આ પ્રસંગે
મુક્ત પ્રયોગશાળાના આયોજન માટે માર્ગદર્શક
શિક્ષિકા શ્રી જયનાબેન ઈટવાલા અને અન્ય વિજ્ઞાન શિક્ષકો ને આચાર્યશ્રી ડૉ.પ્રિતેશભાઈ
ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર અભિનંદન પાઠવે છે.
કેટલીક તસવીરો ......