સુદ પાંચમ, આસો, વિ.સં.૨૦૭૮, શુક્રવાર
Date: 30 09 2022
આજ રોજ શાળામાં એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, નવસારી દ્વારા શાળાના બાળકોને પોક્સો એક્ટ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં Women’s Hope Foundation ના President શ્રી જિજ્ઞાસાબેન પટેલ તથા Member શ્રી રીટા કૌર હાજર રહ્યા હતા.
જેમાં શ્રી જિજ્ઞાસાબેન પટેલ એ જાતીય સતામણી અને બાળપણમાં બાળકોની
સુરક્ષા –સલામતી વિશેની ચર્ચા ખુબ સરસ રીતે કરી હતી. ચર્ચામાં એમણે નિર્ભયા કેસના ઉદાહરણ
દ્વારા વિસ્તૃત છણાવટ કરી હતી. કાર્યક્રમમાં
શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ એ હાજર
રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમના આમંત્રિત મહેમાનો અને કાર્યક્રમના સંચાલન માટે શ્રી
અમિતાબેન ગામિત તથા શ્રી પ્રિતીબેન શર્મા ને શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી.
ગજેરા તથા સમગ્રશાળા પરિવાર અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
નોંધ: વિદ્યાર્થીનીઓ માટે જાતીય સતામણી બાબતમાં કોઈ પણ પ્રકારની HELP માટે
HELPLINE NO. : 9909346757 (શ્રી જિજ્ઞાસાબેન પટેલ)
આ કાર્યક્રમની કેટલીક તસવીરો ....
THANKS....