2022 10 03 સ્વ-રક્ષણ તાલીમ

સુદ આઠમ, આસો, વિ.સં. ૨૦૭૮, સોમવાર.

Date: 03 10 2022

        આજ રોજ નવસારી જિલ્લા મહિલા સુરક્ષા સમિતિ દ્વારા આપણી શાળામાં સ્વ-રક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શ્રી દિનેશ દેગર અને તેમની ટીમ દ્વારા સ્વ-બચાવ માટેનું વિદ્યાર્થીનીઓ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં જલાલપોર પોલીસ સ્ટેશન ના P.I. શ્રી કુલદીપ દેસાઈ , મહિલા સુરક્ષા સમિતિના પ્રમુખ શ્રી ચેતનાબેન બિરલા, શ્રી સુનિતા બેન ચૌધરી એ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા  દ્વારા સૌનું સ્વાગત અને સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તથા સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે શ્રી લક્ષ્મીબેન દેશમુખ નો આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.

કાર્યક્રમની કેટલીક તસવીરો ......




THANKS...