સુદ બીજ, મહા, વિ.સં. ૨૦૨૮૧, શુક્રવાર
Date : 31 01 2025
આજ રોજ શાળામાં
વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ ૨૦૨૪-૨૫
નું આયોજન શાળાના રમણીય અને લીલાછમ પટાંગણમાં કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આખું વર્ષ દરમ્યાન શૈક્ષણિક તથા અન્ય ઈતર પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ દેસાઈ, શ્રી રોહિતભાઈ નાયક, શ્રી ભરતભાઈ નાયક, શ્રી કૌશિકભાઈ દેસાઈ એ ઉપસ્થિત રહી ઈનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને
શુભાશિષ પાઠવી ઈનામો એનાયત કર્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ માં રજૂ કરવામાં આવેલ દેશભકિત ગીત તથા પ્રાચીન ગરબાની સુંદર રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના અચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા એ તથા સમગ્ર શાળા પરિવારે ઈનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
એક નજર.. ક્રમાનુસાર તસવીરો પર ....