વદ બારસ, ચૈત્ર, વિ.સં. ૨૦૮૧,
શુક્રવાર
Date : 25 04 2025
આજ રોજ આપણી શાળા શેઠ પુ.હ.વિદ્યાલય અને શ્રી બા. લ. પરીખ પ્રાથમિક વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે
ચિંતન શિબિર
નું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના ટ્રસ્ટી શ્રી કૌશિકભાઈ દેસાઈ એ આમંત્રિત મુખ્ય વકતા શ્રી ડૉ.કિશોરભાઈ
નાયક નો પરિચય આપી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમ માં શ્રી રંગશિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ના નિવૃત આચાર્ય શ્રી ડૉ.કિશોરભાઈ નાયક એ શાળાના શિક્ષકશ્રીઓને “શિક્ષણ પ્રત્યે શિક્ષકોનો અભિગમ” વિષય પર ખુબજ રસપ્રદ તથા મહત્વના મુદ્દાઓની છણાવટ કરી મૂલ્યવાન માર્ગદર્શન
પુરૂં પાડ્યું હતું. જેથી આજ રોજ શાળાના શિક્ષકોને પોતાના શિક્ષણકાર્ય વિશે ચિંતન કરવાનો
અવસર સાંપડ્યો હતો.
અંતમાં શાળાના ટ્રસ્ટી શ્રી રિહિતભાઈ નાયક એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીઓ શ્રી
શ્રી ભરતભાઈ દેસાઈ (પ્રમુખ શ્રી)
શ્રી ભરતભાઈ નાયક (ઉપપ્રમુખ શ્રી)
શ્રી રોહિતભાઈ દેસાઈ (મંત્રી શ્રી)
શ્રી કૌશિકભાઈ દેસાઈ (ટ્રસ્ટી શ્રી)
શ્રી હરેશભાઈ વશી (ટ્રસ્ટી શ્રી)
શ્રી દેવાંગભાઈ દેસાઈ (ટ્રસ્ટી શ્રી)
તથા શાળાના આચાર્યશ્રીઓ
શ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા (માધ્ય. તથા ઉ. માધ્ય. વિભાગ)
શ્રી ફાલ્ગુનીબેન દેસાઈ (પ્રાથમિક વિભાગ)
શ્રી તેજલબેન દેસાઈ (ઉચ્ચ. પ્રાથમિક વિભાગ)
અને શાળાના માધ્ય. વિભાગના સુપરવાઈઝર શ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ તથા ઉચ્ચ.
માધ્ય. વિભાગના સુપરવાઈઝર શ્રી રામચંદ્ર ડી. હળપતિ એ હાજર રહી કાર્યક્રમ ની શોભામાં
અભિવૃધ્ધિ કરી હતી.
ક્રમાનુસાર કેટલીક તસવીરો ....