2018 08 14 “તિરંગા યાત્રા” -“યાદ કરો કુરબાની”

Date:14 08 2018
Day :Tuesday

નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૭૨ મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા એ તા.૧૪ ૦૮ ૨૦૧૮ મંગળવાર ના રોજ 
“તિરંગા યાત્રા” 
નું આયોજન કરાવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા ને શાળાના લીલાછમ અને રમણીય પટાંગણ માંથી નવસારીના MLA શ્રી પિયુષભાઈ દેસાઈ તથા કલેક્ટર શ્રી ડૉ. એમ. ડી. મોડીયા ના હસ્તે લીલી ઝંડી મળવાથી પ્રસ્થાન પામી આર.ડી.પટેલ સ્કૂલ, ચોવીસી ગામે પૂર્ણ થઈ હતી.

તિરંગા યાત્રા ના પ્રારંભમાં શાળામાં 
“યાદ કરો કુરબાની” – દેશભક્તિ ગીતોના સંગીતમય કાર્યક્રમ 
શાળાના શિક્ષકા શ્રી પ્રિતીબેન શર્મા,  શિક્ષકો શ્રી રામચંદ્ર હળપતિ અને શ્રી પિયુષભાઈ પટેલ ના સંગાથે શ્રી દિવ્યેશભાઈ સોની તથા શ્રી ટ્વીંકલ જોષી ની ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, 

જેની એક ઝલક .....