Date:29 06 2019
Day :Saturday
આજ રોજ શાળામાં વૃક્ષારોપણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, વહેલી સવારથી ચાલુ રહેલ ઝરમરતા
વરસાદી વાતાવરણમાં આ વૃક્ષારોપણની શરૂઆત જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી આર. એમ.ચૌધરી ના શુભ હસ્તે કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ શાળાના લીલાછમ-રમણીય મેદાનમાં વૃક્ષોનું રોપણ કર્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી.
ગજેરાએ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રસંગની કેટલીક તસવીરો....
Day :Saturday