2019 09 23 કારકિર્દી આયોજન સપ્તાહ - ઉદઘાટન સમારોહ -ચોવીસી-નવસારી

Date:23 09 2019
Day :Monday
આજ રોજ તા. ૨૩/૦૯/૨૦૧૯ સોમવારના રોજ આર.ડી.પટેલ સાર્વજનિક વિદ્યાલય, ચોવીસી, નવસારી ખાતે ૧૧:૩૦ કલાકે કારકિર્દી આયોજન સપ્તાહ  ના ઉદઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લા શિક્ષણધિકારી શ્રી રોહિતભાઈ ચૌધરી એ વિદ્યાર્થીઓને પ્રસંગોચિત કારકિર્દી આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ કૌશલ્ય વર્ધન શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. જીવનમાં આગળ વધવા માર્ગદર્શક (પથદર્શક)ની જરૂર પડે છે, તે સમજાવ્યું ઉપરાંત આગળ વધવા માટે ઉચ્ચ લક્ષ્ય, મહેનત વગેરે પ્રત્યે દિશા સૂચનકરી સતત આગળ વધવાની વાત કરી. તેમજ રોજગાર કચેરી દ્વારા એમની ટીમ મારફત કારકિર્દી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

કેટલીક તસવીરો...






thanks......