વદ અગિયારસ, પોષ, વિ.સં. ૨૦૮૧, શનિવાર
Date: 25 01 2025
આજ રોજ આપણી શાળામાં જલાલપોર મામલતદાર કચેરીના
સંયુક્ત ઉપક્રમે 15 માં
રાષ્ટ્રીય મતદાતા દિવસ
ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જલાલપોર તાલુકાના નાયબ મામલતદાર
શ્રીઓ શ્રી અલ્પેશભાઈ પટેલ અને શ્રી કરમણભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માં
BLO ની શ્રેષ્ઠ કામગીરી કરવા માટે શાળાના શિક્ષક શ્રી અંકિતભાઈ પટેલ ને તથા BLO ની કામગીરી કરતા અન્ય શાળાના શિક્ષકમિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં સૌ એ મતદાતા તરીકેની પ્રતિજ્ઞા
લીધી હતી.
આજ રોજ આ કાર્યક્રમ
ને શોભાવતી ખુબજ આકર્ષક રંગોળીઓ પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના
આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા એ તથા સમગ્ર શાળા પરિવારે સૌને શુભેચ્છાઓ પાઠવી
હતી.
કેટલીક તસવીરો....
[ images are captured by BIPINBHAI PATEL ]
thanks and share ..
this post is brought to you by