2026 03 30 પ્રખરતા શોધ કસોટી-૨૦૨૬

 Date: 30 03 2026

શાળાના  વિદ્યાર્થીઓ પ્રખરતા શોધ કસોટી-૨૦૨૬ રાજ્યસ્તરે ઝળક્યા

નવસારી જિલ્લાના પ્રતિષ્ઠિત શેઠ પુ.હ.વિદ્યાલય (સંસ્કાર ભારતી સ્કૂલ) ના વિદ્યાર્થીઓ  ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે પોતાની પ્રતિભા અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડવામાં સફળ રહ્યા  છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજાયેલી ધોરણ-૯ ની પ્રખરતા શોધ કસોટી (જાન્યુઆરી-૨૦૨૬) માં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ પોતાની ક્ષમતાનો ઉત્તમ પરિચય આપ્યો છે.આ કસોટીમાં શાળાના ૨ વિદ્યાર્થીઓ  હેતવીનબેન દિપકભાઈ મોદી [09-B] અને જીતેશ રવીન્દ્રકુમાર આહિરરાવ [09-C]  ગુજરાત રાજ્યના ટોપ-૧૦૦૦ ની યાદીમાં સ્થાન મેળવી મેરીટમાં સ્થાન મેળવ્યું છે, જે માત્ર શાળાના પૂરતું જ નહીં પરંતુ સમગ્ર નવસારી જિલ્લામાં ગૌરવનો વિષય બની રહ્યો છે. આ સિદ્ધિ શાળાની ગુણવત્તાયુક્ત શિક્ષણ વ્યવસ્થા, સંસ્કારસભર માહોલ અને વિદ્યાર્થીઓના સઘન પરિશ્રમ તેમજ શાળાના શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન નું પ્રતિબિંબ છે.

શાળાના ટ્રસ્ટીશ્રીઓ , આચાર્યશ્રી પ્રિતેશભાઈ ડી. ગજેરા તથા શિક્ષકમંડળે તથા સમગ્ર શાળા પરિવારે આ પ્રસંગે વિદ્યાર્થીઓને તથા તેમના માર્ગદર્શક શિક્ષકમિત્રોને હાર્દિક  અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે સંસ્કાર ભારતી સ્કૂલ  હંમેશા વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક જ્ઞાન સુધી મર્યાદિત રાખતી નથી, પરંતુ તેમને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા પ્રેરણા આપે છે. પ્રખરતા શોધ કસોટી જેવી વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, ક્ષમતા તથા ઉકેલવાની આત્મવિશ્વાસ વિકસાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખાસ આયોજન કરવામાં આવે છે, જેમાં નિયમિત માર્ગદર્શન, વ્યક્તિગત ધ્યાન તથા પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનો પરીક્ષાઓ સમાવેશ થાય છે.

આ ઉપરાંત, શાળામાં શૈક્ષણિક ગુણવત્તા સાથે સંસ્કાર, શિસ્ત અને સામાજિક જવાબદારી જેવા મૂલ્યો પર પણ વિશેષ ભાર મૂકવામાં આવે છે. શાળા વિદ્યાર્થીઓને માત્ર સારા ગુણ મેળવવા માટે નહીં, પરંતુ એક સજાગ, જવાબદાર અને સદ્ગુણોથી સમૃદ્ધ નાગરિક તરીકે ઘડવા પ્રતિબદ્ધ છે.




thanks..