સુદ અગિયારસ, નિજ જેઠ, વિ.સં. ૨૦૨૮
Date : 25 06 2026
આજ રોજ શાળામાં
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27
નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના આમંત્રિત મહેમાનો માં જલાલપોર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રકાશ જી. પટેલ, શાળાના
ટ્ર્સ્ટી શ્રી રોહિતભાઈ દેસાઈ, ટ્ર્સ્ટી શ્રી ભરતભાઈ દેસાઈ, ટ્ર્સ્ટી શ્રી ભરતભાઈ નાયક તથા આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સુપરવાઈઝર શ્રી શૈલેંદ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ -૯ તથા ધોરણ -૧૧ માં પ્રવેશ મેળવાનાર વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનો ના હસ્તે અભ્યાસ સામગ્રી ની કીટ આપવામાં આવી હતી તથા ગત શૈક્ષણિક વર્ષ માં ૧૦૦ % હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓ તથા વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રકાશ જી. પટેલ અને શાળાના ટ્ર્સ્ટી શ્રી રોહિતભાઈ દેસાઈએ કાર્યક્રમ ને અનુરૂપ
માહિતી આપી હતી. ત્યારબાદ અંતમા આમંત્રિત મહેમાનોના હસ્તે શાળાના રમણીય મેદાનામાં વૃક્ષારોપણ કરવામાં
આવ્યું હતું.
આ પ્રસંગે
શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશકુમાર ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર સમગ્ર કાર્યક્રમ ના સંચાલન
સાથે સંકળાયેલ સૌ શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે.
એક નજર.. ક્રમાનુસાર તસવીરો પર ....


































































































