સુદ તેરસ, નિજ જેઠ, વિ.સં. ૨૦૨૮, શનિવાર
Date : 27 06 2026
આજ રોજ શાળામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, બ્રહ્માકુમારી, નવસારી સેવા કેંદ્ર દ્વારા આયોજીત
યોગ-એક્યુપ્રેશર-કુદરતી ઉપચાર દ્વારા પધ્ધતિસર
તાલીમ શિબિર
નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભૂ.પૂ. કોર્ષ નિયામક યોગાચાર્ય શ્રી દુષ્યંત મોદી, શ્રી નયના મોદી તેમજ નવસારી હેલ્થ સેન્ટરના યોગાચાર્ય શ્રી સીમાબેન પંચાલ અને યોગાચાર્ય શ્રી પારુલબેન જાદવ એ ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓને સંગીતમયશૈલીમાં યોગ વિશે માહિતી આપી યોગ શિખવાડ્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી, ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર બ્રહ્માકુમારી, નવસારી સેવા કેંદ્ર નો આભાર માને છે. અને સમગ્ર કાર્યક્રમ ના સંચાલન સાથે સંકળાયેલ સૌ શિક્ષકમિત્રો તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે.

T H A N K S F O R W A T C H I N G T H I S S I T E.












