Date: 09 11 2017
Day : Thursday
Day : Thursday
આજ રોજ નવસારીમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કલેક્ટર કચેરી દ્વારા "સાયકલ રેલી" નું આયોજન કરવામાં આવ્યું હતું., જે અંતર્ગત શાળામાંથી કુલ ૩૬૬ વિદ્યાર્થીમિત્રોએ મતદાન અંગે સમાજમાં જગૃતિ લાવવા માટે મતદાન કરવા અંગેના તેમના વિચારો રજૂ કરતા બેનરો તથા સૂત્રોચ્ચાર કરી , શહેરના વિવિધ માર્ગો પર પોતાની સાયકલ પર ફર્યા હતા. આ રેલી માં નવસારી શહેરની અગ્રગણ્ય ૨૨ શાળાઓના કુલ ૨૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં આપણી શાળાના ૩૬૬ વિદ્યાર્થીઓ સૌથી વધુ સંખ્યામાં હાજર રહી શાળા તરફથી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ માટે શાળાના અચાર્યશ્રી શૈલેંન્દ્રભાઈ પટેલ તથા શાળા પરિવાર શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પિયુષભાઈ પટેલ અને શ્રી નિલેશભાઈ ચૌધરી તથા અન્ય સ્ટાફમિત્રોને તથા વિદ્યાર્થીમિત્રોને અભિનંદન પાઠવે છે.
જેની એક ઝલક
શાળમાંથી પ્રસ્થાન ...
માર્ગ પર વાહનવ્યવહારનું નિયમન કરી રહેલ શિક્ષકમિત્રો......
લુન્સીકુઈ મેદાન પાસે શિસ્તબધ્ધ હરોળમાં હાજર રહેલ સાઈકલ સવાર વિદ્યાર્થીમિત્રો...
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...























