સુદ એકમ, શ્રાવણ,
વિ.સં. ૨૦૮૨, ગુરુવાર
Date : 13 08 2026
આઝાદીના મહોત્સવ પ્રસંગે નવસારી શહેર માં આજ રોજ “નવસારી મહાનગરપાલિકા ” દ્વારા
ત્રિરંગા યાત્રા
નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની અગ્રગણ્ય શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકમિત્રોએ ભાગ લીધો હતો.
જેમાં આપણી શાળાના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ વરસાદી માહોલ માં પણ શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રોએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ત્રિરંગા યાત્રા સાથે ફરી દેશભક્તિના સૂત્રોચારો સાથે શહેરના વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ.
પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ તથા સમગ્ર શાળા
પરિવાર ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને
શિક્ષકમિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી.
