2026 08 24 MATHS-SCIENCE INNOVATION EXHIBITION [school level]

સુદ બારસ, શ્રાવણ, વિ.સં. ૨૦૮૨, સોમવાર
Date :24 08 2026

આપણી શાળામાં તા. 24-25 ઑગષ્ટ 2026, એમ બે દિવસ માટે

નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાંથી 97 જેટલા વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લઈ 37 જેટલી કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રદર્શન ના ઉદઘાટન કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાના ટ્ર્સ્ટીશ્રીઓ શ્રી હરેશભાઈ વશી, શ્રી રોહિતભાઈ નાયક, શ્રી ભરતભાઈ દેસાઈ, શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સુપરવાઈઝર શ્રી શૈલેન્દ્રભાઈ પટેલ, સુપરવાઈઝર શ્રી રામચંદ્ર હળપતિ તથા આમંત્રિત નિર્ણાયક શ્રી મનોજભાઈ બાખરુ ના હસ્તે દિપ-પ્રાગટય કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી એ પ્રદર્શનામાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ કૃતિઓ માટે વિદ્યાર્થીઓની મહેનત ને બિરદાવી હતી. શાળાના ટ્રસ્ટી શ્રી રોહિતભાઈ નાયક એ બાળકોએ ખુબજ પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું. ત્યારબાદ રીબીન કાપી શાળાના આ પ્રદર્શન ને વિધિવત રીતે બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 

        પ્રદર્શન ના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ઈનામો તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત કૃતિ રજૂ કરનાર દરેક વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો તથા ઈનામો આપવામાં આવ્યા હતા.

        આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, ટ્રસ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર ભાગ લેનાર વિદ્યાર્થીઓને, તેમના માર્ગદર્શક ગણિત-વિજ્ઞાન શિક્ષકોની ટીમને તથા વાલીમિત્રોને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવે છે, અને આ પ્રદર્શનમાં આમંત્રિત નિર્ણાયક તરીકે શ્રી મનોજભાઈ બાખરુ અને શાળાના નિર્ણાયક તરીકે શ્રી જયનાબેન ઈંટવાલા તથા શ્રી તારકભાઈ વ્યાસ નો આભાર માને છે. 


ઉદઘાટન કાર્યક્રમ કેટલીક તસવીરો 

























































ઈનામ વિતરણ સમયની કેટલીક તસવીરો





FIRST PRIZE :   SMART BLIND STICK
GUIDE TEACHER :   REKHABEN PATEL


SECOND PRIZE :   PIZO-ELECTRICITY
GUIDE TEACHER :   MIKIBEN GANDHI


THIRD PRIZE :   EYE BLINK SENSOR
GUIDE TEACHER :   MIKIBEN GANDHI


















કૃતિઓની ક્રમાનુસાર તસવીરો






































કૃતિની રજૂઆત કરી રહેલ વિદ્યાર્થીઓની તસવીરો









































T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.