સુદ અગિયારસ, શ્રાવણ, વિ.સં. ૨૦૮૨, રવિવાર
Date :23 08 2026
તારીખ ૨૩- ૮ -૨૬ ને રવિવારના રોજ રોટ્રેક્ટ ક્લબ ઓફ નવસારી દ્વારા
આર્ટ વિસ્ટા ડ્રોઈંગ કોમ્પિટીશન
નું આયોજન ભક્તાશ્રમ આશ્રમશાળા પ્રાઇમરી સ્કૂલ, માણેકલાલ રોડ, નવસારી મુકામે સવારે ૯:૦૦ થી ૧:૦૦ કલાક દરમિયાન કરવામાં આવેલ હતું, આ સ્પર્ધામાં આપણી શાળાના કુલ ૨૭ વિદ્યાર્થીઓએ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ સાથે ખુબજ સુંદર અને આકર્ષક ચિત્રો બનાવ્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ અને ભાગ લેનાર સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ, તથા એમના માર્ગદર્શક કલાશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
કેટલીક તસવીરો......
T H A N K S F O R W A T C H I N G T H I S S I T E.










