2026 08 25 संस्कृतगौरवयात्रदिन - સંસ્કૃત ગૌરવ યાત્રા દિન

સુદ તેરસ, શ્રાવણ, વિ.સં. ૨૦૮૨મંગળવાર
Date :25 08 2026

"अस्माकं विद्यालये दिनाङ्के २५ अगष्ट-मासे २०२६ तमे वर्षे

'संस्कृतगौरवयात्रदिनस्य'

उत्सवः अतीवोत्साहेन आचरितः"

कार्यक्रमस्य आरम्भः दीपप्रज्वलनं

        विद्यालयस्य प्रार्थनाखण्डे पवित्रमन्त्रोगानेन सरस्वतिवन्दनायाः सह कार्यक्रमस्य आरम्भः जातः आसीत् विद्यालयस्य आचार्यमहोदयस्य, न्यासमण्डलस्य, माननीयानां जिलाकलेक्टरमहोदयानाम्, माननीयानां जिलाशिक्षणाधिकारिणां (D.E.O.) करैः दीपप्रज्वलनं कृतम् आसीत् अतिथिभिः छात्रेभ्यः संस्कृतभाषायाः महत्त्वम् अवगम्य कथितं यत् एषा केवलं पूजापाठनस्य भाषा नास्ति, अपितु विज्ञानस्य संस्कृतेश्च जननी अस्ति

            

        આપણી શાળામાં તા. 25 ઓગસ્ટ 2026. ના રોજ (સંસ્કૃત સપ્તાહ તા. 25-08-2026 થી 31-08-2026 અંતર્ગત) 'સંસ્કૃત ગૌરવ યાત્રા દિન' ઉજવણી ખુબજ ઉત્સાહભેર કરવામાં આવી હતી. 


કાર્યક્રમની શરૂઆત અને દીપ પ્રાગટ્ય

       શાળાના પ્રાર્થના ખંડમાં પવિત્ર મંત્રોગાન અને સરસ્વતી વંદના' સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. શાળાના આચાર્યશ્રી, ટ્રસ્ટી મંડળ, માનનીય જિલ્લા કલેક્ટરશ્રી, માનનીય જિલ્લા શિક્ષણાધિકારી (D.E.O.) શ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. મહેમાનોએ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાનું મહત્ત્વ સમજાવ્યું અને જણાવ્યું કે તે માત્ર પૂજા પાઠની ભાષા નથી પરંતુ વિજ્ઞાન અને સંસ્કારની જનની છે.

શાળાઓનું સ્વાગત અને અલ્પાહાર (નાસ્તો)

         આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ હતું કે જેમાં માત્ર શેઠ પી. એચ. વિદ્યાલયના નહિ, પરંતુ નવસારી જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શાળા સંકુલમાં તમામ મહેમાન વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલી શરૂ થાય તે પહેલા શાળા પ્રશાસન દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે સુધડ અને પૌષ્ટિક અલ્પાહાર (નાસ્તા) ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. નાસ્તો કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓ એક અનોખી ઉર્જા અને ઉત્સાહ સાથે રેલી માટે તૈયાર થયા હતા.

ભવ્ય "સંસ્કૃત ગૌરવ યાત્રા" (શોભાયાત્રા)

         માનનીય કલેક્ટરશ્રી, જિ.શિ.અધિકારીશ્રી અને આચાર્યશ્રી ડો. પ્રિતેશકુમાર ટી. ગજેરા સાહેબના હસ્તે લીલી ઝંડી આપીને ભવ્ય 'સંસ્કૃત ગૌરવ યાત્રા (રેલી) પ્રસ્થાન કરાવવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ રીતે આ રેલીમાં જોડાયા હતા.

    કેટલાક વિદ્યાર્થીઓએ પ્રાચીન ઋષિ-મુનિઓ, દેવી-દેવતાઓ, અને ભારતીય સંસ્કૃતિના પ્રતિકો જેવાં પારંપરિક પોશાકમાં સજ્જ થયા હતા. રેલી દરમ્યાન વિદ્યાર્થીઓએ હાથમાં સંસ્કૃતના શ્લોકો અને સૂત્રો લખેલા પ્લેકાર્ડ્સ પકડ્યા હતા. આથી રેલી દરમ્યાન "जयतु संस्कृतम्, जयतु भारतम् " ના નારાઓ લગાવીને વિદ્યાર્થીઓએ નવસારી નગરની અને સમગ્ર સમાજને સંસ્કૃત ભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું.


'સંસ્કૃત સપ્તાહ અંતર્ગત' શાળામાં યોજાયેલી સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ

શાળાના હોલમાં વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું:

·  શ્લોકગાન સ્પર્ધા :-વિદ્યાર્થીઓએ સ્પષ્ટ અને મધુર અવાજમાં ભગવદ્ગીતા અને અન્ય ગ્રંથોના શ્લોકોનું પઠન કર્યું હતું.

·  ચિત્ર સ્પર્ધા :-વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા સુંદર ચિત્રો દોર્યા હતા.

· રંગોળી સ્પર્ધા :-શાળાની લોબીમાં રંગબેરંગી અને આકર્ષક રંગોળીઓ સજાવવામાં આવી હતી.

                  પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર આ  કાર્યક્રમના  આયોજનમાં સહભાગી થનાર વિદ્યાર્થીમિત્રો, શિક્ષકમિત્રોને શુભેચ્છાઓ પાઠવે છે.


તસવીર સૌજન્ય : શ્રી વિષ્ણુભાઈ પટેલ



































T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.