2026 08 31 શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ) શ્રી પ્રિતીદેવી શર્મા, શ્રી નિતીનભાઈ ખામકર અને શ્રી ધર્મેશભાઈ પટેલ .

વદ ચોથ, શ્રાવણ, વિ.સં. ૨૦૮૨, સોમવાર

Date : 31 08 2026

શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ)


        શેઠ પી. એચ. વિદ્યાલય, નવસારી ખાતે આજ રોજ તારીખ ૩૧-૦૮-૨૦૨૬ ના રોજ ઉત્સાહ અને ભાવુક વાતાવરણમાં

ઉચ્ચતર  માધ્યમિક વિભાગના શિક્ષિકા કુમારી પ્રીતિદેવી શર્મા,

માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી નિતીનભાઈ ખામકર

અને માધ્યમિક વિભાગના શિક્ષશ્રી ધર્મેશભાઈ પટેલ

માટે  'શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ)' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પવિત્ર પ્રાર્થનાથી કરવામાં આવી હતી, જેમાં સૌએ ઈશ્વરની આરાધના કરી હતી.

નિવૃત્ત થનાર શિક્ષકશ્રીઓનો પરિચય

        કાર્યક્રમના મુખ્ય ચરણમાં નિવૃત્ત થનાર શિક્ષકશ્રીઓનો પરિચય કરાવવામાં આવ્યો હતો. જેમાં શ્રી તુલસીબેન ટંડેલ દ્વારા શ્રી પ્રિતિદેવી શર્માનો પરિચય આપવામાં આવ્યો, શ્રી વિષ્ણુભાઈ પટેલ દ્વારા શ્રી નીતિનભાઈ ખામકરનો પરિચય રજૂ કરાયો અને શ્રી જ્યોતિબેન પટેલ દ્વારા શ્રી ધર્મેશભાઈ પટેલનો પરિચય કરાવવામાં આવ્યો.

પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત

        ઉપસ્થિત મહાનુભાવો અને નિવૃત્ત થનાર શિક્ષકશ્રીઓનું પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સહકાર્યકરો દ્વારા અનુભવ

        શાળાના સહકાર્યકરો દ્વારા નિવૃત્ત થનાર શિક્ષકો સાથેના પોતાના અનુભવો અને યાદગાર સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા. જેમાં શ્રી ઉર્વશીબેન ચૌધરીએ શ્રી પ્રિતિદેવી શર્મા સાથેના, શ્રી કિરણભાઈ પટેલે શ્રી નીતિનભાઈ ખામકર સાથેના અને શ્રી યોગેશભાઈ ગામિતે શ્રી ધર્મેશભાઈ પટેલ સાથેના પોતાના લાગણીસભર અનુભવો વ્યક્ત કર્યા હતા.

આચાર્યશ્રીનું વક્તવ્ય

            શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેમાં નિવૃત્ત થનાર શિક્ષકોની સેવાઓ અને શાળા પ્રત્યેના સમર્પણભાવને બિરદાવવામાં આવ્યા હતા.

શાલ અને મોમેન્ટો દ્વારા સન્માન

            નિવૃત્ત થનાર શિક્ષકશ્રીઓને શાલ ઓઢાડીને તથા મોમેન્ટો ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જે ક્ષણ સર્વ માટે ભાવુક અને પ્રેરણાદાયી રહી હતી.

સન્માન પત્રનું વાચન

            સન્માન પત્રનું વાચન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી મોનાબેન દેસાઈએ શ્રી પ્રિતિદેવી શર્માનું, શ્રી રંજનબેન ગામીતે શ્રી નીતિનભાઈ ખામકરનું અને શ્રી અમિષાબેન પટેલે શ્રી ધર્મેશભાઈ પટેલનું સન્માન પત્ર વાંચી સંભળાવ્યું હતું.

સન્માન પત્ર એનાયત

            વાંચન બાદ આદરપૂર્વક સન્માન પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓનો અનુભવ

            વિદ્યાર્થીઓ તરફથી પણ પોતાના પ્રિય ગુરુજનો પ્રત્યેનો આદર અને લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં સાપરિયા તન્વી મહેશભાઈએ શ્રી પ્રિતિદેવી શર્મા સાથેના, આરતી હરિશંકર મિશ્રાએ શ્રી નીતિનભાઈ ખામકર સાથેના અને ત્વરા પ્રફુલ્લ ભાવસારે શ્રી ધર્મેશભાઈ પટેલ સાથેના પોતાના અનુભવો શ્રદ્ધાંજલિ અને આદર સાથે રજૂ કર્યા હતા.

ટ્રસ્ટીશ્રીઓનું વક્તવ્ય

            ટ્રસ્ટીશ્રી રોહિતભાઈ દેસાઈ અને ટ્રસ્ટી શ્રી હરેશભઈ વશી  દ્વારા પોતાના વક્તવ્યમાં નિવૃત્ત થનાર શિક્ષકોની ઉત્કૃષ્ટ સેવાઓની પ્રશંસા કરી તેમને ભવિષ્યના જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

લાગણી સ્વીકાર

            સન્માન અને વિદાય વેળાએ નિવૃત્ત થનાર શિક્ષકશ્રીઓ શ્રી પ્રિતિદેવી શર્મા, શ્રી નીતિનભાઈ ખામકર અને શ્રી ધર્મેશભાઈ પટેલે પોતાના લાગણીસભર વિચારો વ્યક્ત કર્યા હતા અને શાળા પરિવાર સાથે વિતાવેલા વર્ષોની યાદો તાજી કરી હતી.

આભારવિધિ અને રાષ્ટ્રગાન

                કાર્યક્રમના અંતે સુપરવાઈઝર શ્રી રામચંદ્ર ડી. હળપતિ દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે રાષ્ટ્રગાન સાથે આ સુંદર અને યાદગાર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

                

            આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર આ  કાર્યક્રમના  આયોજનમાં સહભાગી થનાર વિદ્યાર્થીમિત્રો, શિક્ષકમિત્રોને શુભેચ્છાઓ પાઠવે છે.



એક નજર, ક્રમાનુસાર તસવીરો પર  ...........

તસવીર સૌજન્ય :

શ્રી દિવ્યેશભાઈ રાઠોડ

શ્રી જાગૃતિબેન સુખડિયા