વદ નોમ, શ્રાવણ, વિ.સં. ૨૦૮૨, શનિવાર
Date : 05 09 2026
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, નવસારીના સંયુક્ત આયોજન હેઠળ, ૫ સપ્ટેમ્બર ૨૦૨૬ (શિક્ષક દિન) નિમિત્તે શ્રેષ્ઠ શાળા પુરસ્કાર (વર્ષ ૨૦૨૫-૨૬) એનાયત કરવામાં આવ્યો છે.
આપણી શાળા શેઠ પુ. હ. વિદ્યાલય ને આ ગૌરવવંતુ શ્રેષ્ઠ શાળા સન્માનપત્ર ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને નવસારીના માનનીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈના વરદ્ હસ્તે એનાયત કરવામાં આવ્યું છે. શાળા વતી આ સન્માનપત્ર શાળાના શિક્ષિકા શ્રી મિકીબેન ગાંધી એ સ્વીકાર્યું હતું.
આ અભૂતપૂર્વ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી ડો. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્રસ્ટ મંડળ તથા સમગ્ર પરિવારને વતી સૌને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે અસંખ્ય શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.