અમાસ, શ્રાવણ, વિ.સં. ૨૦૮૨, શુક્રવાર
Date : 11 09 2026
વિશ્વ બંધુત્વ દિવસ: આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધા
વિવેકાનંદ
કેન્દ્ર કન્યાકુમારી (સુરત વિભાગ) સંચાલિત નવસારી વિવેકાનંદ કેન્દ્ર દ્વારા આયોજિત
વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી સંચાલિત નવસારી
વિવેકાનંદ કેન્દ્ર દ્વારા તા. ૧૧ સપ્ટેમ્બરે “વિવેક-વાણી” સ્વામી વિવેકાનંદજીના મન,
હૃદયને સ્પર્શી જાય એવા સૂત્રાત્મક વિચારોને કેન્દ્રમાં રાખી નવસારીની પ્રાથમિક અને
માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે “વિશ્વ બંધુત્વ દિવસ” નિમિત્તે આંતરશાળા સ્પર્ધાનું
ભવ્ય આયોજન શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય
અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ પ્રથમ માળે, નવસારી ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જુદી જુદી
શાળાઓમાંથી ઉત્સાહભેર કુલ ૧૪ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં આપણી શાળામાંથી શ્રી અમિતાબેન ગામીત ના માર્ગદર્શન હેઠળ ત્રણ પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને અત્યંત ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આપણા માટે અત્યંત ગર્વની બાબત છે કે આ સ્પર્ધામાં શેઠ પી.એચ.વિદ્યાલય નવસારી તરફથી ભાગ લેનાર આપણી વિદ્યાર્થીની પલ હેમતભાઈ આહિર એ પોતાની ઉત્કૃષ્ટ પ્રતિભા દર્શાવીને ચતુર્થ ક્રમ (ચોથો ક્રમ) પ્રાપ્ત કરી શાળા અને સમગ્ર નવસારી પંથકનું નામ રોશન કર્યું છે.
શાળામાંથી
ભાગ લેનાર વિદ્યાર્થીનીઓની વિગત:
|
ક્રમ |
વિદ્યાર્થીનીનું
નામ |
ધોરણ/વર્ગ |
સિદ્ધિ
/ Remarks |
|
૧ |
ત્વરા પ્રફુલભાઈ
ભાવસાર |
૯ |
સહભાગી |
|
૨ |
દિવ્યાંશી
રમેશભાઈ ગુપ્તા |
૯ |
સહભાગી |
|
૩ |
પલ હેમતભાઈ આહિર |
૯ |
ચતુર્થ ક્રમ (Fourth Rank) |
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને તથા તેમના માર્ગદર્શક શિક્ષકમિત્રોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.










