વદ બારસ, ભાદરવો, વિ.સં.૨૦૨૮, બુધવાર
DATE : 07 10 2026
વિજ્ઞાન ક્ષેત્રે ગૌરવવંત સિદ્ધિ:
'SMART FLOOD MANAGEMENT SYSTEM' પ્રોજેક્ટ પ્રથમ ક્રમે
તા. ૦૬/૧૦/૨૦૨૬ ના રોજ યોજાયેલ સંકુલ કક્ષાના વિજ્ઞાન
મેળામાં શાળાના વિદ્યાર્થીઓ
દ્વારા રજૂ કરવામાં
આવેલ આવિષ્કારી અને અત્યાધુનિક મોડેલે
ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર સંકુલમાં
પ્રથમ ક્રમાંક (First Rank) પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું
છે. આ સફળતા બાદ હવે આ પ્રોજેક્ટ
આગામી જિલ્લા કક્ષાના
વિજ્ઞાન મેળામાં ભાગ લઈ શાળાનું
પ્રતિનિધિત્વ કરશે.
વિજ્ઞાન મેળો અને પ્રોજેક્ટની વિગતો
|
વિભાગ
(Category): |
વિભાગ ૫ : A- Disaster Management (A- આપત્તિ વ્યવસ્થાપન) |
|
કૃતિનું નામ (Project Name): |
SMART FLOOD MANAGEMENT SYSTEM |
|
ભાગ લેનાર વિદ્યાર્થીઓ: |
૧. PAL HEMANTBHAI AHIR (ધોરણ-૯, વર્ગ-E, રોલ નં.-૨૪) |
|
માર્ગદર્શક શિક્ષિકા: |
શ્રી મોનાબેન દેસાઈ અને શ્રી ભાવેશભાઈ પટેલ |
|
મેળાની કક્ષા
& પરિણામ: |
સંકુલ કક્ષા વિજ્ઞાન મેળો – પ્રથમ ક્રમ |
પ્રમાણપત્ર એનાયત તથા અભિનંદન સમારોહ
આ ગૌરવવંત અવસરે શાળાના ટ્રસ્ટીઓ શ્રી રોહિતભાઈ દેસાઈ, શ્રી ભરતભાઈ દેસાઈ, શ્રી કૌશિકભાઈ દેસાઈ, શ્રી ભરતભાઈ નાયક તથા આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સુપરવાઈઝર શ્રી શૈલેંદ્રભાઈ પટેલ તથા સુપરવાઈઝર શ્રી રામચંન્દ્ર હળપતિ દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા એમના માર્ગદર્શક શિક્ષિકા શ્રી મોનાબેન દેસાઈને અને શ્રી ભાવેશભાઈ પટેલ ને વિશેષ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળા માટે શુભકામનાઓ
સંકુલ કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યા બાદ હવે આ 'SMART FLOOD MANAGEMENT SYSTEM' પ્રોજેક્ટ આગામી યોજાનાર 'જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળા'માં શાળાનું પ્રતિનિધિત્વ કરશે. શાળા પરિવાર તરફથી ભાગ લેનાર બંને ઉત્સાહી વિદ્યાર્થીઓ PAL HEMANTBHAI AHIR તથા TWARA PRAFUL BHAVSAR અને તેમના માર્ગદર્શક શિક્ષિકા શ્રી મોનાબેન દેસાઈને અને શ્રી ભાવેશભાઈ પટેલ ને અને શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકોની સમગ્ર ટીમ જિલ્લા કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઉત્તમ સિદ્ધિ હાંસલ કરે તે માટે હૃદયપૂર્વક શુભેચ્છાઓ અને ઉત્તરોત્તર પ્રગતિની કામના પાઠવવામાં આવે છે.
એક નજર, ક્રમાનુસાર તસવીરો પર...








