'નશા મુક્ત
ભારત અભિયાન' અંતર્ગત
વક્તવ્ય તથા સ્પર્ધાઓનું
આયોજન
આપણી શાળામાં તારીખ ૧૫/૧૦/૨૦૨૬, ગુરુવારના રોજ 'નશાબંધી અને આબકારી કચેરી, નવસારી' દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કચેરીના અધિકારીશ્રી ડિમ્પલબેન મયુર વારૈયા, ટ્વિંકલબેન પટેલ (SOG) તથા બાળ સુરક્ષા અધિકારીશ્રી ભાર્ગવીબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થીઓને 'નશા મુક્ત ભારત' વિષય પર ગહન, પ્રેરણાદાયી અને માર્ગદર્શક વક્તવ્ય આપ્યું હતું. શાળાના કુલ ૧૬૮ વિદ્યાર્થીઓએ આ વક્તવ્ય ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળ્યું અને જીવનમાં નશાથી દૂર રહેવાના સંકલ્પ લીધા.
સ્પર્ધાઓનું
આયોજન અને સહભાગિતા
(Competitions & Participation)
આ જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ માટે 'ચિત્રકામ સ્પર્ધા' અને 'નિબંધ લેખન સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો (ચિત્રકામ સ્પર્ધા: ૨૨, નિબંધ લેખન સ્પર્ધા: ૨૪, તેમજ ધોરણ-૯ ના ૨ વિદ્યાર્થીઓએ વક્તવ્ય/ચર્ચા રજૂ કરી હતી).
નિબંધ લેખન સ્પર્ધાના મુખ્ય વિષયો:
૧. ડ્રગ્સ ને ના કહો (Say No to Drugs)
૨. નશા મુક્ત ભારત (Drug-Free India)
૩. સ્વસ્થ ભવિષ્ય પસંદ કરો, ડ્રગ્સ ફ્રી ગુજરાત (Choose Healthy Future, Drug-Free Gujarat)
સ્પર્ધાના વિજેતાઓની
યાદી (Winners List)
બંને સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ ક્રમના વિજેતાઓને 'નશાબંધી અને આબકારી કચેરી, નવસારી' દ્વારા પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા:
|
સ્પર્ધાનું
નામ |
ક્રમ |
વિજેતા
વિદ્યાર્થીનું નામ |
ધોરણ
& વર્ગ |
|
ચિત્રકામ સ્પર્ધા |
પ્રથમ ક્રમ |
પટેલ ફેનિસા કલ્પેશભાઈ |
ધોરણ-૯ 'G' |
|
દ્વિતીય ક્રમ |
રાથોડ હંસિકા એમ. |
ધોરણ-૧૦ 'B' |
|
|
તૃતીય ક્રમ |
વેકરિયા યશ્વી જે. |
ધોરણ-૧૧ 'B' |
|
|
નિબંધ લેખન સ્પર્ધા |
પ્રથમ ક્રમ |
પલ હેમંતભાઈ આહિર |
ધોરણ-૯ 'E' |
|
દ્વિતીય ક્રમ |
આશા ઓમપ્રકાશ ગુપ્તા |
ધોરણ-૧૨ 'B' |
|
|
તૃતીય ક્રમ |
મિતલ બાબુભાઈ પ્રજાપતિ |
ધોરણ-૧૧ 'C' |
નિર્ણાયકશ્રીઓ તથા
સમગ્ર સંચાલન ટીમ
(Judges & Co-ordinators)
|
નિર્ણાયકશ્રીઓ (નિબંધ
લેખન): |
૧. રંજનબેન ગામીત |
|
નિર્ણાયકશ્રીઓ (ચિત્રકામ
સ્પર્ધા): |
૧. અંકિતકુમાર પટેલ |
|
સમગ્ર કાર્યક્રમ આયોજન
& સંચાલન: |
અમિતાબેન ગામીત, અજય પટેલ, |
આમ, નશાબંધી અને આબકારી કચેરી, નવસારીના સૌજન્યથી શાળામાં નશા મુક્તિ અંગેનો આ કાર્યક્રમ તથા સ્પર્ધાઓ અત્યંત સફળતાપૂર્વક સંપન્ન થયા. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં નશાકારક પદાર્થો પ્રત્યે જાગૃતિ કેળવાઈ અને એક સ્વસ્થ તથા વ્યસનમુક્ત સમાજના નિર્માણનો સંદેશ પ્રસરી રહ્યો.
આ અવસરે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ , તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને તથા કાર્યક્રમ ન આયોજન સાથે સંકળાયેલા તમામ શિક્ષક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.
|
પ્રથમ ક્રમ |
પટેલ ફેનિસા કલ્પેશભાઈ |
|
દ્વિતીય ક્રમ |
રાથોડ હંસિકા એમ. |
|
તૃતીય ક્રમ |
વેકરિયા યશ્વી જે. |


.jpeg)

.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)

.jpeg)
.jpeg)

.jpeg)







.jpeg)

.jpeg)
















