Showing posts with label 2026 09 19 ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા. Show all posts
Showing posts with label 2026 09 19 ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા. Show all posts

2026 09 19 ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા

સુદ આઠમ , ભાદરવો, વિ.સં. ૨૦૮૨, શનિવાર

Date : 19 09 2026

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા

        આપણી શાળામાં તા. ૧૯/૦૯/૨૦૨૬ના રોજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આયોજિત "ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા" નું ખૂબ જ સુંદર અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.

         આ પરીક્ષામાં શાળાના કુલ ૬૨ વિદ્યાર્થીઓએ હોંશભેર ઉત્સાહપૂર્વક ભાગ લઈને પરીક્ષા આપી હતી, જેમાં ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ વિશેષ સહભાગિતા નોંધાવી હતી.

વિશેષ નોંધ: આ પરીક્ષામાં ભાગ લેનાર તથા પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને ઉત્સાહવર્ધન માટે પ્રમાણપત્ર આપવામાં આવશે.

        આ સમગ્ર સ્પર્ધા અને પરીક્ષાલક્ષી સુચારુ કામગીરી શાળાના આદરણીય શિક્ષકમિત્રો પૈકી શ્રી રંજનબેન ગામીત , શ્રી જ્યોતિબેન પટેલ તથા અન્ય શિક્ષકમિત્રો દ્વારા સફળતાપૂર્વક સંભાળવામાં આવી હતી.


માર્ગદર્શન અને શુભેચ્છાઓ:

        શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના સંવર્ધન માટે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતીના ટ્રસ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓ અને આયોજક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.