સુદ બારસ , ભાદરવો, વિ.સં. ૨૦૮૨, બુધવાર
Date : 23 09 2026
શિસ્ત, સ્વચ્છતા, સમયપાલન અને નૈતિક મૂલ્યો વિશેનું માર્ગદર્શન
નૈતિક મૂલ્યો અને માર્ગદર્શનના મુખ્ય મુદ્દાઓ
1) શિસ્ત (Discipline) - આચાર અને વ્યવહારના ધોરણો:
·
વર્ગખંડમાં શાંતિ જાળવીને વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ બેસવું.
·
કોઈપણ સંજોગોમાં અપશબ્દોનો પ્રયોગ ન કરવો અને ભાષાની મર્યાદા જાળવવી.
·
શિક્ષણ કાર્ય દરમિયાન વર્ગખંડમાં કે લોબીમાં અકારણ ઉભા ન રહેવું.
·
વર્ગમાં કે શાળા પરિસરમાં મોટેથી કે લાંબા અવાજે ન બોલવું.
·
બિનજરૂરી કે કાર્ય વગર અન્ય વર્ગખંડોમાં જવાનું ટાળવું.
·
શાળાઓના તમામ આદરણીય શિક્ષકો અને સ્ટાફગણ સાથે આદરપૂર્વક તથા વિનમ્ર વ્યવહાર કરવો.
2) સ્વચ્છતા (Cleanliness) - વ્યક્તિગત અને પરિસરની સ્વચ્છતા:
·
વાળની યોગ્ય અને નિયમિત સફાઈ રાખવી તેમજ ટૂંકા રાખવા.
·
વ્યવસ્થિત રીતે વાળ ઓળીને અને યોગ્ય વેશભૂષામાં શાળાએ ઉપસ્થિત રહેવું.
·
નિર્ધારિત ગણવેશ (યુનિફોર્મ) સ્વચ્છ પહેરવો, સાથે અનિવાર્યપણે આઈ.ડી. કાર્ડ (I.D. Card), સોક્સ અને બેલ્ટ પહેરવા.
·
બાળિકાઓએ નિયમ અનુસાર માથામાં કાળા રંગની રબર બેન્ડ કે રિબિનનો ઉપયોગ કરવો.
·
શરીરની અંગત સ્વચ્છતાની સાથે વર્ગખંડ અને બેન્ચની આસપાસ કચરો ન ફેલાવાય તેની કાળજી રાખવી તથા પેન્સિલ કે કાગળના કચરાનો યોગ્ય નિકાલ કરવો.
3) સમયપાલન (Punctuality) - સમયનું મહત્ત્વ:
·
પ્રાર્થના સમયસર શરૂ થાય તે માટે શાળાએ હંમેશાં સમયસર પહોંચવું.
·
શાળા છૂટ્યા બાદ ગેટ કે બહારના વિસ્તારોમાં બિનજરૂરી ઊભા ન રહેવું.
·
શાળાનો સમય પૂર્ણ થયા બાદ વિલંબ કર્યા વિના સમયસર પોતાના ઘરે પહોંચવું.
માર્ગદર્શક શિક્ષકગણની યાદી
આ સત્રને સફળ બનાવવા તથા વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડવા માટે માધ્યમિક વિભાગના નીચે મુજબના શિક્ષકગણે સક્રિય સેવા આપી હતી:
|
ધોરણ - ૯ માર્ગદર્શક શિક્ષક |
ધોરણ - ૧૦ માર્ગદર્શક શિક્ષક |
|
નિકેતાબેન ટંડેલ |
નિકેતાબેન ટંડેલ |
|
અમીતાબેન ગામીત |
મીકીબેન ગાંધી |
|
અમીષાબેન પટેલ |
મોનાબેન દેસાઈ |
|
દ્રષ્ટિબેન ટંડેલ |
રેખાબેન પટેલ |






