2026 09 19 વક્તૃત્વ સ્પર્ધા - સેવા સંકલ્પ અભિયાન

 

સુદ આઠમ , ભાદરવો, વિ.સં. ૨૦૮૨, શનિવાર

Date : 19 09 2026


              વિદ્યાર્થીઓમાં વક્તૃત્વ કળા અને જાહેર વક્તૃત્વ કૌશલ્યનો વિકાસ થાય, આત્મવિશ્વાસ વધે તથા પોતાના વિચારો રજૂ કરવા માટે એક ઉત્કૃષ્ટ મંચ મળી રહે અને ભારત સરકારશ્રીના 'વિકસિત ભારત ૨૦૪૭' અને 'સેવા સુશાસન' અભિયાન અંતર્ગત આજ રોજ  શાળામાં તે હેતુથી, શેઠ પી. એચ. વિદ્યાલય દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને વિભાગના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્પષ્ટ, વિચારપ્રેરક તથા આકર્ષક વક્તવ્ય રજૂ કર્યા હતા.

કાર્યક્રમ સમિતિ અને નિર્ણાયક મંડળ

🎯 આયોજક શિક્ષકો:
• ઉર્વશીબેન ચૌધરી
•
અમિતાબેન ગામીત
અને ટીમ સભ્યો

⚖️ આદરણીય નિર્ણાયકો:
• ઉર્વશીબેન ચૌધરી
•
વિષ્ણુભાઈ પટેલ

 

🏆 વિજેતાઓ

અનુક્રમ નં.

ક્રમ (રેન્ક)

વિદ્યાર્થીનું નામ

ધોરણ

વર્ગ

રોલ નં.

1

પ્રથમ

માનસી બ્રિજેશ રાય

11

B

21

2

દ્વિતીય

આરતી હરિશંકર મિશ્રા

12

B

5

3

તૃતીય

મીત નિલેશભાઈ પરમાર

12

B

72

 

            કાર્યક્રમના અંતે નિર્ણાયકો દ્વારા માર્ગદર્શક સૂચનો તથા શાળાના સંચાલકો દ્વારા પ્રોત્સાહક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તમામ સ્પર્ધકોની નિષ્ઠા અને રજૂઆત શૈલીની પ્રશંસા કરવામાં આવી હતી. શાળા પરિવાર તમામ વિજેતાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને આ કાર્યક્રમને યાદગાર સફળતા અપાવવા બદલ આયોજક ટીમનો આભાર વ્યક્ત કરે છે.

            આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતીના ટ્રસ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવારે આ સ્પર્ધાના તમામ વિજેતાઓ, ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની સદભાવના વ્યક્ત કરી હતી.


પ્રથમ ક્રમ  

માનસી બ્રિજેશ રાય




દ્વિતીય ક્રમ 

આરતી હરિશંકર મિશ્રા




તૃતીય ક્રમ 

મીત નિલેશભાઈ પરમાર

























 
T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.