2026 09 23 શિસ્ત- સ્વચ્છતા-સમયપાલન અને નૈતિક મૂલ્યો વિશેનું માર્ગદર્શન [માધ્યમિક વિભાગ]

સુદ બારસ , ભાદરવો, વિ.સં. ૨૦૮૨, બુધવાર
Date : 23 09 2026


શિસ્ત, સ્વચ્છતા, સમયપાલન અને નૈતિક મૂલ્યો વિશેનું માર્ગદર્શન

    આજની સ્પર્ધાત્મક અને આધુનિક દુનિયામાં વિદ્યાર્થીઓમાં માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતા, તેમનામાં સંસ્કારો, નૈતિક મૂલ્યો, શિસ્ત અને સામાજિક જવાબદારીઓની ભાવના કેળવાય તે હેતુસર શેઠ પુ.હ. વિદ્યાલયના માધ્યમિક વિભાગ (ધોરણ ૯ અને ૧૦) દ્વારા એક વિશેષ ચર્ચા-સત્ર અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન તારીખ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવારના રોજ કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરાવસ્થાના વિદ્યાર્થીનીઓમાં યોગ્ય જીવનમૂલ્યોનું સિંચન કરવાનો, શાળાકીય વાતાવરણને શિસ્તબદ્ધ અને સ્વચ્છ રાખવાનો તથા સમયના મહત્ત્વને સમજીને વિદ્યાર્થીઓ ઉત્તમ આચરણ ધરાવતા નાગરિક બને તે સુનિશ્ચિત કરવાનો હતો.

 નૈતિક મૂલ્યો અને માર્ગદર્શનના મુખ્ય મુદ્દાઓ

1) શિસ્ત (Discipline) - આચાર અને વ્યવહારના ધોરણો:

·         વર્ગખંડમાં શાંતિ જાળવીને વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ બેસવું.

·         કોઈપણ સંજોગોમાં અપશબ્દોનો પ્રયોગ ન કરવો અને ભાષાની મર્યાદા જાળવવી.

·         શિક્ષણ કાર્ય દરમિયાન વર્ગખંડમાં કે લોબીમાં અકારણ ઉભા ન રહેવું.

·         વર્ગમાં કે શાળા પરિસરમાં મોટેથી કે લાંબા અવાજે ન બોલવું.

·         બિનજરૂરી કે કાર્ય વગર અન્ય વર્ગખંડોમાં જવાનું ટાળવું.

·         શાળાઓના તમામ આદરણીય શિક્ષકો અને સ્ટાફગણ સાથે આદરપૂર્વક તથા વિનમ્ર વ્યવહાર કરવો.

2) સ્વચ્છતા (Cleanliness) - વ્યક્તિગત અને પરિસરની સ્વચ્છતા:

·         વાળની યોગ્ય અને નિયમિત સફાઈ રાખવી તેમજ ટૂંકા રાખવા.

·         વ્યવસ્થિત રીતે વાળ ઓળીને અને યોગ્ય વેશભૂષામાં શાળાએ ઉપસ્થિત રહેવું.

·         નિર્ધારિત ગણવેશ (યુનિફોર્મ) સ્વચ્છ પહેરવો, સાથે અનિવાર્યપણે આઈ.ડી. કાર્ડ (I.D. Card), સોક્સ અને બેલ્ટ પહેરવા.

·         બાળિકાઓએ નિયમ અનુસાર માથામાં કાળા રંગની રબર બેન્ડ કે રિબિનનો ઉપયોગ કરવો.

·         શરીરની અંગત સ્વચ્છતાની સાથે વર્ગખંડ અને બેન્ચની આસપાસ કચરો ન ફેલાવાય તેની કાળજી રાખવી તથા પેન્સિલ કે કાગળના કચરાનો યોગ્ય નિકાલ કરવો.

3) સમયપાલન (Punctuality) - સમયનું મહત્ત્વ:

·         પ્રાર્થના સમયસર શરૂ થાય તે માટે શાળાએ હંમેશાં સમયસર પહોંચવું.

·         શાળા છૂટ્યા બાદ ગેટ કે બહારના વિસ્તારોમાં બિનજરૂરી ઊભા ન રહેવું.

·         શાળાનો સમય પૂર્ણ થયા બાદ વિલંબ કર્યા વિના સમયસર પોતાના ઘરે પહોંચવું.

માર્ગદર્શક શિક્ષકગણની યાદી

    આ સત્રને સફળ બનાવવા તથા વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન પૂરું પાડવા માટે માધ્યમિક વિભાગના નીચે મુજબના શિક્ષકગણે સક્રિય સેવા આપી હતી:

ધોરણ - ૯ માર્ગદર્શક શિક્ષક

ધોરણ - ૧૦ માર્ગદર્શક શિક્ષક

નિકેતાબેન ટંડેલ

નિકેતાબેન ટંડેલ

અમીતાબેન ગામીત

મીકીબેન ગાંધી

અમીષાબેન પટેલ

મોનાબેન દેસાઈ

દ્રષ્ટિબેન ટંડેલ

રેખાબેન પટેલ

 

    આ પ્રકારની પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીનીઓમાં સકારાત્મક બદલાવ આવે છે. આ સમગ્ર આયોજન અને નૈતિક મૂલ્યોના સિંચનનાં આ કાર્યોને શાળાનાં આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, શાળાના  સુપરવાઈઝરશ્રીઓ દ્વારા વિશેષરૂપે બિરદાવવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવામાં આવ્યા છે.

    આ સમગ્ર સત્રના અંતે આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ તથા શાળા પરિવાર તરફથી તમામ માર્ગદર્શક શિક્ષકો, સહભાગી વિદ્યાર્થીઓ તથા વહીવટી સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.









T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.