વદ બારસ, અષાઢ, વિ.સં.૨૦૮૦, ગુરુવાર
Date: 01 08 2024
આજ રોજ શાળામાં સુરક્ષા સેતુ સોસાયટી અને વિજલપોર પોલીસ દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જલાલપોર મહિલા મોરચાના અધ્યક્ષ શ્રી સ્નેહલબેન પાટીલ એ શાળાની વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા બાબતે અગત્યની જાણકારી આપી હતી. આ જ કાર્યક્રમમાં વિજલપોર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી વી.જી. ભરવાડ એ વિદ્યાર્થીઓને સાઈબર ક્રાઈમથી બચવા માટે ખુબજ રસપ્રદ માહેતી આપી હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા એ પણ વિદ્યાર્થીઓને આ બાબતમાં પ્રોત્સાહિત કર્યા હતા.
કેટલીક તસવીરો...
આભાર ...