2026 01 31 શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ) - શ્રી સચીનકુમાર પાટીલ

મહા સુદ તેરસ, વિ.સં. ૨૦૮૨, શનિવાર
Date:31 01 2026

        શાળાના માધ્યમિક વિભાગના સામાજીક વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી સચીનકુમાર પાટીલ  એમની કારકીર્દીમાં પ્રગતિ કરતા શાળામાંથી આજ રોજ વિદાય લીધી હતી. શાળામાં એમણે બજાવેલ નિષ્ઠાપુર્વકની ફરજ બદલ તથા જીવનમાં એઓ ખુબ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવવા માટે આજ રોજ શાળામાં  શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

         કાર્યક્રમમાં  સમગ્ર શાળા પરિવાર તરફથી શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરાએ અને શાળાના સુપવરવાઈઝર શ્રી શૈલેન્દ્રભાઈ વી. પટેલે એમને પુષ્પ અપર્ણ કરી એમનું અભિવાદન કર્યું હતું. તથા સૌ શિક્ષકમિત્રોએ, શાળા પરિવારે તથા ટ્રસ્ટી મંડળે તેમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

કેટલીક તસવીરો.......









all images above are captured by BIPINBHAI PATEL

આભાર....